ઘરના દરેક સભ્યોની હેલ્થની કાળજી રાખશે આ પુસ્તકો!!
મેડિક્લેઈમ પોલિસી, ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન કે હોસ્પિટલના બિલ સુધી ના પહોંચવું હોય અથવા પહોંચી ગયા હોઈએ તો ત્યાંથી પાછું ફરવું હોય તો આ પુસ્તકો મદદરૂપ બનશે.
આપણા સ્વાસ્થ્યની જવાબદારી આપણી પોતાની છે અને એ ત્યારે શક્ય છે જ્યારે એ વિશેનું યોગ્ય જ્ઞાન આપણી પાસે હોય. આજે માહિતીઓનો રાફડો ફાટેલો છે ત્યારે ઑથેન્ટિક માહિતી અને જ્ઞાન શોધવું થોડુંક મુશ્કેલ થઇ ગયું છે. આ પુસ્તકોનું સિલેક્શન એ વિશાલ જંગલમાંથી ચૂંટેલ થોડીક ઔષધિઓ છે જેની ઉપયોગીતા અને અસરો ખુબ સારી છે.
સ્વાસ્થ્ય એ વ્યક્તિગત બાબત છે જ, એથી પણ વિશેષ કૌટુંબિક બાબત છે. જે કુટુંબ અને ખાસ કરીને એ કુટુંબની સ્ત્રી જો આરોગ્યના નિયમો અંગે જાગૃત હશે, કાળજી લેનાર હશે તો એની સકારાત્મક અસરો આખા કુટુંબ પાર જોવા મળશે. આવા ઘણા કુટુંબો ભેગા થઈને એક સ્વસ્થ સમાજનું નિર્વાણ થતું હોય છે.
આ પુસ્તકો સ્વાસ્થ્યની દિશાનું એક પગથિયું છે. વાંચજો, કુટુંબના દરેક સભ્યોના હાથમાં પણ આ પુસ્તકો મુકજો. વહેલા મોડી એની સુંદર અસરો અનુભવશો.
એક્સપર્ટ દ્વારા લખાયેલ
1. ઘરગથ્થુ ઉપચાર
2. શું ન ખાવું શું ના ખાવું
3. આહાર ચિકિત્સા
4. તમારી જાતને ઓળખો