આ પ્રકૃતિ એટલે વાત - પિત્ત અને કફ. આયુર્વેદમાં કહેવાય છે કે જો તમે તમારી પ્રકૃતિને બેલેન્સમાં રાખી શકો તો સમજો સ્વાસ્થ્ય રહેવાની ગુરુચાવી પામી ગયા.
શા માટે કોઈ શિયાળામાં બીમાર પડે છે અને કોઈ ઉનાળામાં? શા માટે કોઈને ધંધો ગમે છે અને કોઈનો નીકરી? શા માટે કોઈનું વજન અનેક પ્રયત્નો કરવા છતાં વધતું નથી? શા માટે કોઈ ઓછાબોલા છે અને કોઈ બોલકણા? શા માટે કોઈને ગણિત ગમે છે અને કોઈને કવિતા? આ બધી બાબતોનું કારણ છે – વ્યક્તિની પ્રકૃતિ એટલે કે તાસીર. હા, તમે પણ જો તમારી પ્રકૃતિને સમજી લો તો તમે પણ જાણી શકો કે – મારે કેવો જીવનસાથી પસંદ કરવો? હું કયા ક્ષેત્રમાં પ્રગતિ કરી શકું? મને કયા રોગો થવાની શક્યતા વધારે? મારા માટે કેવું ભોજન સ્વાથ્યપ્રદ છે? મારા ધંધા માટે કેવા કર્મચારીઓ જોઈએ? સ્વસ્થ રહેવા મારી દિનચર્યા કેવી હોવી જોઈએ? આમ, આ તાસીર (પ્રકૃતિ), સામાન્ય વ્યક્તિ કઈ રીતે જાણી શકે અને જાણ્યા પછી કેવી રીતભાતોનું અનુસરણ કરવાથી એનું આરોગ્ય જળવાય એ સરળ શૈલીમાં અને સહેલાઈથી સમજી શકે એ હેતુથી આ પુસ્તક લખવા પ્રેરાઈ છું .
મિત્રો, વાંચજો. આપના ઉત્તમ સ્વસ્થ્યની કામના કરું છું.
– ડૉ. દેવાંગી જોગલ