Business No Master Course / બિઝનેસનો માસ્ટર કોર્સ (25 Books)
Business No Master Course / બિઝનેસનો માસ્ટર કોર્સ (25 Books)
Couldn't load pickup availability
25 પુસ્તકોની એક એવી શ્રેણી, જે બિઝનેસમાં સતત આગળ વધવા માટે જરૂરી જ્ઞાન આપે છે.
બિઝનેસ કરવા માટે માત્ર કોઠાસૂઝ પૂરતી નથી.
સમયની સાથે એ કોઠાસૂઝને સતત ધાર આપવી પડે છે.
નવું શીખવું પડે,
નવા વિચારો સમજવા પડે,
નવી સ્કિલ્સ વિકસાવવી પડે
અને બદલાતા બિઝનેસ વર્લ્ડ સાથે સતત અપડેટ રહેવું પડે.
કારણ કે બિઝનેસમાં જે વ્યક્તિ શીખવાનું બંધ કરે છે, તેની પ્રગતિ પણ ધીમે ધીમે અટકી જાય છે.
પરંતુ સમસ્યા એક જ છે…
વાંચવા માટે સમય ક્યાં છે?
બિઝનેસમેન પાસે દળદાર પુસ્તકો વાંચવાનો સમય ઘણીવાર હોતો નથી. રોજનું કામ, સ્ટાફ, ગ્રાહકો, મીટિંગ્સ, માર્કેટિંગ, પૈસા અને બીજી અનેક જવાબદારીઓ વચ્ચે લાંબા પુસ્તકો વાંચવાનું રહી જ જાય છે.
એ જ સમસ્યાનો સરળ ઉકેલ છે — આ 25 પુસ્તકોની શ્રેણી.
આ શ્રેણીનાં દરેક પુસ્તકમાં એક ચોક્કસ બિઝનેસ વિષયને સરળ ભાષામાં, ટૂંકમાં અને શક્ય તેટલી પ્રેક્ટિકલ રીતે સમજાવવામાં આવ્યો છે.
દળદાર પુસ્તકો, વિવિધ લેખો, બિઝનેસના અનુભવો અને વ્યવહારુ જ્ઞાનમાંથી મળેલો સાર અને નિચોડ એટલે આ પુસ્તક શ્રેણી.
25 પુસ્તકો… 25 મહત્વના બિઝનેસ વિષયો.
આ શ્રેણીનો હેતુ એકદમ સ્પષ્ટ છે:
વાચકનો ઓછામાં ઓછો સમય લઈને, તેને શક્ય તેટલું વધુ ઉપયોગી બિઝનેસ જ્ઞાન આપવું.
તમારે દરેક વિષય પર 300-400 પાનાં વાંચવાની જરૂર ન પડે.
દરેક પુસ્તક એક ચોક્કસ પ્રશ્ન કે સમસ્યાને કેન્દ્રમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે.
એટલે તમને જે વિષયની જરૂર હોય, એ પુસ્તકથી શરૂઆત કરી શકો છો.
આ પુસ્તકો કેવી રીતે વાંચવા?
આ શ્રેણીને વાંચવાની કોઈ એક જ રીત નથી.
બધાં 25 પુસ્તકો એકસાથે વાંચવાની પણ જરૂર નથી.
તમારી જરૂરિયાત પ્રમાણે વાંચો.
થોડાં પુસ્તકો ઓફિસમાં રાખો.
થોડાં કારમાં રાખો.
થોડાં ઘરે તમારી મનપસંદ જગ્યાએ રાખો.
અને જ્યારે પણ બે-પાંચ મિનિટનો સમય મળે…
એકાદ પાનું વાંચી લો.
એકાદ વિચાર સમજી લો.
અને શક્ય હોય ત્યાં તેને અમલમાં મૂકી દો.
કારણ કે આ પુસ્તકોનો સાચો લાભ વાંચવામાં નહીં, પરંતુ વાંચેલી વાતને વ્યવહારમાં ઉતારવામાં છે.
માત્ર વાંચશો નહીં… અમલ પણ કરશો.
આ પુસ્તક શ્રેણીનો હેતુ તમને માત્ર માહિતી આપવાનો નથી.
તમારી વિચારવાની રીત બદલવી,
બિઝનેસને જોવાની દૃષ્ટિ વિકસાવવી
અને રોજિંદા કામમાં વધુ સારી રીતે નિર્ણય લઈ શકો એ માટે માર્ગદર્શન આપવું — એ તેનો સાચો હેતુ છે.
એક સારો વિચાર જો પુસ્તકમાં જ રહી જાય તો તેની કિંમત ઓછી છે.
પરંતુ એ જ વિચાર જો તમારા બિઝનેસમાં અમલમાં આવે…
તો એ જ્ઞાન બની જાય છે.
અને જ્ઞાન જ્યારે પરિણામ આપે,
ત્યારે એ સફળતાની શરૂઆત બને છે.
એકલા વાંચવા માટે નહીં… શેર કરવા માટે પણ.
બિઝનેસમાં આગળ વધવું હોય તો માત્ર પોતે શીખવું પૂરતું નથી.
તમારા બિઝનેસ પાર્ટનર, ટીમના સભ્યો, મિત્રો કે બિઝનેસ કરતા સ્વજનો સાથે પણ આ પુસ્તકો શેર કરો.
કોઈ બિઝનેસમેનને તમે મોંઘી ભેટ આપો એના કરતાં,
તેના બિઝનેસને આગળ વધારવામાં મદદ કરે એવું જ્ઞાન આપો — એ કદાચ વધુ ઉપયોગી ભેટ બની શકે.
આ પુસ્તકો કોઈને આપવી એટલે માત્ર પુસ્તક આપવું નથી…
એક વિચાર આપવો છે.
એક નવી દૃષ્ટિ આપવી છે.
અને કદાચ તેના બિઝનેસને નવી દિશા આપવાની એક નાની શરૂઆત કરવી છે.
25 પુસ્તકો. 25 વિષયો. એક જ હેતુ…
તમને વધુ સારું વિચારવામાં,
વધુ સારું શીખવામાં
અને વધુ સારું બિઝનેસ કરવામાં મદદ કરવી.
બિઝનેસમાં સફળ થવા માટે કોઈ એક જ ફોર્મ્યુલા નથી.
પરંતુ સતત શીખવાની, સમજવાની અને અમલ કરવાની ટેવ…
તમારી સફળતાની સૌથી મજબૂત આદતોમાંથી એક બની શકે છે.
એટલે વાંચો ઓછું નહીં… સ્માર્ટ વાંચો.
સમય ઓછો હોય તો પણ શીખવાનું બંધ ન કરો.
કારણ કે બિઝનેસમાં તમારી સૌથી મોટી ઇન્વેસ્ટમેન્ટ — તમારી પોતાની સમજ અને જ્ઞાન છે.

Great books