{"product_id":"રાસાયણિક-ગીતા-rasayanik-geeta-author-bhupendrasinh-raol","title":"રાસાયણિક ગીતા । Rasayanik Geeta । Author : Bhupendrasinh Raol","description":"\u003cp\u003eગુજ્જુઓને… તેમની આજે હાજર ત્રણે પેઢીને, હજારો વર્ષોથી ઘર કરી ગયેલી. અંધશ્રદ્ધામાંથી વિચલિત કરીને વિજ્ઞાન તરફ વાળવાનો આ પ્રથમ પ્રયાસ સફળ બને તે માટે, ઘેટાઓના ટોળાના લીડરોને, મંદિરના પૂજારીઓને, પંડિતોને, સાધુઓને, કથાકારોને સમજાવવા જોઈએ. કામ અઘરું છે. તમે કહો છો તેમ લીડરો પોતાની ઇજારાશાહી, એકહથ્થુ રાજ છોડવા તૈયાર કેવી રીતે થાય? પેલું કેમિકલ આડે આવે. સમાજનું ભલું દિલથી કરવું હોય અને સદીઓથી ઘર કરી ગયેલા ધાર્મિક (?) વિચારોમાંથી બહાર કાઢવા હોય, અને વિજ્ઞાન તરફ વાળવા હોય છતાં પણ પોતાની જીવનનિર્વાહની આવક ઉપર ફટકો મારીને, પોતાની મનસ્વિતા ભરેલા લીડરની પોઝિશનવાળા આચરણમાંથી દૂર થવાની તૈયારી કોણ કરે? કારણકે નવા રસ્તે ચાલનારા કરતાં કોઈકે બનાવેલા સુપર હાઇવે પર ચાલનારાના ટોળાં ઘણાં મોટાં હોય છે. તમે કોઈએ કંડારેલા સુપર હાઇવે ઉપર ચાલનાર નથી, પણ આ બુક લખીને પોતાની નવી કેડી કંડારનારા સાબિત થઈ ચૂક્યા છો.\u003c\/p\u003e\n\u003cp\u003eમાણસ સામાજિક પ્રાણી છે. તે એકમ અથવા ટોળામાં જીવન જીવે છે. ઉત્ક્રાંતિના કરોડો વર્ષોમાં ઘણા જિનેટિક ફેરફારો થયા અને થતાં રહ્યા છે અને થતાં રહેવાના છે. ઊંડા મૂળોને બદલતાં કરોડો વર્ષો થયા ત્યારે આજે દેખાય છે તે પર્સનલ (એકાકી) અને સામાજિક વર્તણૂક સાથે આજનો માનવસમાજ જીવી રહ્યો છે.\u003c\/p\u003e\n\u003cp\u003eઆ બિહેવ્યર, વર્તણૂક માટેના કારણોનું નિદાન તો જિનેટિક સાયન્સે આપણને આપી દીધું. કે આ જુદા જુદા કેમિકલ્સ તે વર્તણૂક માટે જવાબદાર છે. સારી વર્તણૂક કે ખરાબ વર્તણૂક… સવાલ હવે આવે છે રેમિડીનો… ઇલાજનો…\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cbr\u003e\u003c\/p\u003e","brand":"Yuti Book","offers":[{"title":"Default Title","offer_id":51750292521259,"sku":"RG","price":300.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0912\/0006\/1739\/files\/Untitleddesign_4_639ea20c-1d10-4feb-9f9c-6248add0a823.png?v=1768905794","url":"https:\/\/yutibooks.com\/products\/%e0%aa%b0%e0%aa%be%e0%aa%b8%e0%aa%be%e0%aa%af%e0%aa%a3%e0%aa%bf%e0%aa%95-%e0%aa%97%e0%ab%80%e0%aa%a4%e0%aa%be-rasayanik-geeta-author-bhupendrasinh-raol","provider":"Yuti Book","version":"1.0","type":"link"}