GARBHSAMVAD। ગર્ભ સંવાદ । AUTHOR: DR. HARDIK NIKUNJ PANDYA
GARBHSAMVAD। ગર્ભ સંવાદ । AUTHOR: DR. HARDIK NIKUNJ PANDYA
Couldn't load pickup availability
ઉત્ક્રાંતિના સિદ્ધાંત મુજબ આજે આપણે જે મગજ ધરાવીએ છીએ એ લાખો વર્ષોની પ્રક્રિયા બાદ તૈયાર થયું છે. આ વિકાસક્રમ નોંધી ન શકાય એટલી ધીમી ગતિએ થઈ રહ્યો હતો. પણ આજે વિજ્ઞાનિકોના અભ્યાસ અને પ્રયોગો થકી સાબિત થયું છે કે છેલ્લા અમુક વર્ષોમાં માણસના મગજની ઉત્ક્રાંતિનો વેગ ખૂબ ઝડપથી વધ્યો છે. આ મગજના વિકાસનો સૌથી મહત્વનો સમય ગર્ભાવસ્થા હોય છે. આ સમય દરમિયાન જે ગતિથી વિકાસ થાય છે એ ગતિ અને ત્વરા પુરા જીવન દરમિયાન ક્યારેય નથી આવતી. ગર્ભાધાન બાદના ચાર સપ્તાહમાં બાળકના શરીરમાં જ્ઞાનતંતુના કોષોનું ઉત્પાદન શરૂ થઈ જાય છે. દરેક મિનિટે પાંચ લાખ જેટલા ન્યુરોન્સ પેદા થાય છે.
ન્યુરોન એટલે જ્ઞાનતંતુનો કોષ અને દરેક ક્ષણે એવા પાંચ લાખ કોષોનું ઉત્પાદન થાય છે. કલ્પના તો કરો કે કેવી તીવ્ર ગતિએ અને કેટલા વિશાળ પ્રમાણમાં આ સર્જનપ્રક્રિયા ચાલી રહી છે.
અમુક માસ પછી જ્યારે મગજ આકાર પામે છે ત્યારે અમુક કરોડો ન્યુરોન્સ મગજમાં ગોઠવાય છે. અને જન્મના ૧૨-૧૩ સપ્તાહ પહેલા મગજમાં ન્યુરોન્સનું જે પ્રમાણ હોય છે એ પુખ્ત વયની વ્યક્તિમાં પણ નથી હોતું. ટૂંકમાં એ સમય દરમિયાન મગજમાં ન્યુરોન્સની માત્રા મહત્તમ હોય છે.
આવું કેમ? અને આટલા બધા ન્યુરોન્સની હાજરીનું કારણ શું? પછી એની માત્રા કેમ ઘટી જાય છે? હજુ કોઈ ચોક્કસ કારણ નથી શોધાયું પરંતુ તાર્કિક કારણ એવું અપાય છે કે ઉત્ક્રાંતિના નિયમ મુજબ જે બળવાન છે એ જીવે છે. આ બધા ન્યુરોન્સ વચ્ચે એક યુદ્ધ જેવો માહોલ જામે છે અને પછી એમાં જે મજબૂત છે એ ટકી જાય છે અને નબળાનો નાશ થાય છે.
