કોઈ પણ ક્ષેત્ર હોય, કાર્ય હોય કે ઓર્ગેનાઇઝેશન હોય, બધે જ આ બે વિષયોની ખાસ જરૂર પડવાની છે. આખું માળખું ગોઠવવું, એને સ્મૂથ, ઇફેક્ટિવ અને પ્રોડક્ટિવ બનાવવું એ મેનેજમેન્ટ થકી શક્ય છે. એ મેનેજમેન્ટને યોગ્ય દિશામાં દોરી જવું એ લીડરનું કામ છે. આથી જ આ બન્ને ગુણ આજે વધતા ઓછા પ્રમાણમાં દરેક વ્યક્તિમાં હોવા ખુબ મદદરૂપ બને છે. મેનેજમેન્ટ ઘરનું હોય કે બિઝનેસનું. લીડરશીપ મિત્ર સર્કલમાં કરવાની હોય, કોઈ રમત ગમ્મતમાં કરવાની હોય કે રાજકીય ક્ષેત્રે, નિયમો તો એક જ સરખા લાગવાના છે. આ નિયમોને સરળ ભાષામાં અને પ્રેક્ટિકલ રીતે સમજવા માટે આ પુસ્તકો હેલ્પફુલ થાય છે.