MAHAN SUFI SANTO। મહાન સૂફી સંતો । AUTHOR: REVTUBHA RAIJADA
MAHAN SUFI SANTO। મહાન સૂફી સંતો । AUTHOR: REVTUBHA RAIJADA
Couldn't load pickup availability
*મહાન સૂફીઓ'માં સૂફી સંતોના જીવનપ્રસંગો અને તેઓનાં બોધવચનોનું ચયન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તૂટક તૂટક સૂફીઓ વિશે વાંચવામાં આવતું રહ્યું હતું ત્યારે સૂફી સંતોના જીવનપ્રસંગો વિશે લખવાનું વિચારેલ નહીં. વાચન વખતે અવારનવાર ડૉ. રાજેન્દ્રસિંહજી રાયજાદા સાથે સૂફીમાર્ગ અને સૂફી સંતો વિશે વાર્તાલાપો—ચચા થતા રહેતાં. અચાનક એક દિવસ ડૉ. રાજેન્દ્રસિંહજીએ સૂચન કર્યું: ‘સૂફી સંતોનાં જીવન વિશે થોડુંક લખાય તો સારું કાર્ય થાય. તેઓની પ્રેરણા, મૃદુ ઉઘરાણી અને મૂંઝવણ વખતે મળતા માર્ગદર્શનને કારણે આ પુસ્તક થઈ શક્યું છે.
સૂફી—મતનો હું જાણકાર કે જ્ઞાતા નથી. જે લખાયું છે તે ઘણાંબધાં સંદર્ભ-પુસ્તકોના આધારે લખાયું છે. સૂફી સંતોનાં નામોમાં અલગ અલગ ગ્રંથોમાં પાઠભેદ અને ઉચ્ચારભેદ મળે છે. લખાણોમાં કોઈ ક્ષતિ કે માહિતીદોષ હોય તો તે મારી ખામી ગણી ક્ષમ્ય ગણવી.
- રેવતુભા રાયજાદા
