{"product_id":"man-ek-kut-prashna-મન-એક-ફૂટ-પ્રશ્ન-author-dara-j-bhesaniya","title":"MAN: EK KUT PRASHNA। મન: એક ફૂટ પ્રશ્ન  । AUTHOR: DARA J. BHESANIYA","description":"\u003cp\u003e\u003cstrong\u003eજો તમે ધ્યાન કરવા નીકળશો તો તે ધ્યાન નહીં હોય. જો તમે સારા થવા નીકળશો તો સારપ કદી પાંગરશે નહીં. જો તમે નમ્રતા કેળવવા જશો તો નમ્રતા ચાલી ગઈ હશે. ધ્યાન તો સમીરની એક લહરી સમાન છે. બારી ઉઘાડી હોય છે ત્યારે તે આવે છે, પણ તમે જાણીજોઈને બારી ઉઘાડી રાખશો અને તેને પ્રયત્નપૂર્વક આમંત્રણ આપશો તો તે અદૃશ્ય થઈ જશે.\u003c\/strong\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cstrong\u003eધ્યાન એ વિચારનો માર્ગ નથી. વિચાર તો લુચ્ચો છે. જાતને છેતરવાની તેની પાસે અનેક કળાઓ છે અને તેથી મન ધ્યાનનો માર્ગ ચૂકી જાય છે. પ્રેમની જેમ ધ્યાન માટે આયાસ કરી શકાતો નથી.\u003c\/strong\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cstrong\u003e-જે. કૃષ્ણમૂર્તિ\u003c\/strong\u003e\u003cbr\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eસામાન્ય માણસ ગતાનુગતિક જીવન ગુજારતો હોય છે, પણ ક્યારેક તેના પૂર્વના પુણ્યનો ઉદય થાય છે ત્યારે તેનામાં આધ્યાત્મિક ઉત્કંઠા જન્મે છે. તેને પ્રશ્ન થાય છે કે જીવન શું છે? જન્મ-મૃત્યુ શું છે? મૃત્યુ એ જીવનની સમાપ્તિ છે કે મૃત્યુ પછી પણ જીવનનું અસ્તિત્વ રહે છે? તેનું સંશોધન શરૂ થાય છે. તેના જીવનમાં કેટલાય મહાપુરુષો એક યા બીજા સ્વરૂપે આવવા લાગે છે. અંતે તેને અધ્યાત્મની કેડી મળી જાય છે જેના પર તેણે સ્વયં ચાલી મુકામ પર પહોંચવાનું હોય છે.\u003c\/p\u003e\n\u003cp\u003eઆ જીવના કંઈક પુણ્યનો ઉદય થતાં ઈ.સ. ૧૯૭૭માં ઓગણીસ વર્ષની ઉંમરે જીવનમાં ઉપરોક્ત પ્રશ્નો ઉદ્ભવ્યા. તેના સમાધાનરૂપે ઘણાં પુસ્તકો વાંચ્યાં, ઘણાને પ્રત્યક્ષ મળ્યો, કેટલાક યોગના પ્રયોગો કર્યા, છતાં શાંતિ અને સમાધાન ન મળ્યા. અંતે અનાયાસ શ્રી કૃષ્ણમૂર્તિનાં પુસ્તકો તરફ વળ્યો અને તેમના અદ્ભુત દર્શનથી મનનો નવો આયામ ખૂલ્યો, એક નવી સમજ ખૂલી. એ સમજને ૧૯૮૬માં પુસ્તકાકારે ‘મન એક કૂટ પ્રશ્ન' તરીકે પ્રકટ કરી. ઘણા લોકોનો સુંદર પ્રતિભાવ મળ્યો. કેટલાક તો ત્યારથી આજીવન મિત્ર બની ગયા.\u003cbr\u003e\u003c\/p\u003e","brand":"Yuti Book","offers":[{"title":"Default Title","offer_id":51683144892715,"sku":"MK","price":110.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0912\/0006\/1739\/files\/Untitleddesign_10.png?v=1766831080","url":"https:\/\/yutibooks.com\/products\/man-ek-kut-prashna-%e0%aa%ae%e0%aa%a8-%e0%aa%8f%e0%aa%95-%e0%aa%ab%e0%ab%82%e0%aa%9f-%e0%aa%aa%e0%ab%8d%e0%aa%b0%e0%aa%b6%e0%ab%8d%e0%aa%a8-author-dara-j-bhesaniya","provider":"Yuti Book","version":"1.0","type":"link"}