-
200 જેટલાં ઉત્તમ પુસ્તકોનો અર્ક
-
ગુજરાતી ભાષાના સૌથી વધુ વંચાયેલ – વેચાયેલ અને વહેંચાયેલ પુસ્તકો
-
આ શ્રેણીના પુસ્તકોની 15 લાખ+ નકલો વહેંચાય ચુકી છે
-
જીવનમાં પ્રેરણા, ઉત્સાહ અને માર્ગદર્શન આપતા પુસ્તકો
આપણે સૌ જાણીએ છીએ કે વાંચન એ એક માત્ર એવું સાધન છે જે મનની તંદુરસ્ત બક્ષે છે. જીવનમાં સુખ, ઉત્સાહ, પ્રેરણા અને માર્ગદર્શન આપે છે. પણ આજે કોઈ કહે વાંચવું જોઈએ તો મોટાભાગના લોકોની ફરિયાદ હોય કે મોટાં મોટાં દળદાર પુસ્તકો વાંચવાનો હવે સમય ક્યાં છે. મહદ્દઅંશે વાત ખોટી પણ નથી. અને એટલે જ ડૉ. હરીશ પારેખ દ્વારા લખાયેલા આ પુસ્તકો આશીર્વાદ રૂપ છે.
આ પુસ્તક શ્રેણીમાં કુલ 25 પુસ્તકો છે. દરેક પુસ્તકમાં વિષયને અનુરૂપ પુસ્તક દીઠ 25-28 જેટલી પ્રેરક વાર્તાઓ તથા પ્રસંગોનું સંકલન કર્યું છે. એટલે કે કુલ 25 પુસ્તકમાં 700 જેટલી પ્રેરક વાતો, વાર્તાઓ, કથાઓ તથા પ્રસંગોનું ભાથું સંગ્રહિત થયું છે. એમ પણ કહી શકાય કે 200 જેટલાં ઉત્તમ પુસ્તકોનો અર્ક છે. એટલે તો આ સંપુટનું નામ ‘ગાગરમાં સાગર’ રાખ્યું છે.
આ પુસ્તકો સળંગ જ વાંચવા પડે એવું પણ નથી. જ્યારે પણ મન થાય ત્યારે કોઈ પણ પુસ્તકનું કોઈ પણ પાનું વાંચી શકાય છે.
છેલ્લા 8 વર્ષમાં આ પુસ્તકો લાખો વાચકો સુધી પહોંચ્યા છે. નવા વાચકો પણ ઉભા કર્યા છે. આશા છે કે તમને આ સંપુટ ગમશે.
આ 25 વિષયોને આવરી લેવામાં આવ્યા છે.
👉 શ્રદ્ધા
👉 સંસ્કાર
👉 દાંપત્ય
👉 પુરુષાર્થ
👉 સાહસ
👉 પ્રેમ
👉 નારી
👉 પર્સનાલિટી
👉 સફળતા
👉 લીડરશીપ
👉 ટાઈમ મેનેજમેન્ટ
👉 વૃદ્ધાવસ્થા
👉 ધ્યેય
👉 બાલ કેળવણી
👉 ચારિત્ર્ય
👉 નેટવર્ક માર્કેટિંગ
👉 પ્રેરણા
👉 બિઝનેસ પૉલિસી
👉 આનંદ
👉 નોલેજ
👉 પોઝિટિવ થીંકીંગ
👉 એટિટયુડ
👉 આત્મવિશ્વાસ
👉 એકાગ્રતા
👉વિદ્યાર્થી