કહેવાય છે કે મોટાભાગના રોગોનું મૂળ કબજિયાત છે. આ પુસ્તકમાં કબજિયાત વિશેની સમજ અને એનાથી કઈ રીતે બચી શકાય અને જો કબજિયાત રહેતો હોય તો કઈ રીતે છુટકારો મેળવી શકાય એનું સરસ માર્ગદર્શન આપવામાં આવ્યું છે.
‘કબજિયાત’ એ સર્વ રોગોનું મૂળ છે.’ એ માત્ર લોકોકિત કે કહેવત જ નથી, પણ ચિકિત્સા વિજ્ઞાનનું સનાતન સત્ય છે. આયુર્વેદ ચિકિત્સક તરીકેના મારા દસ વર્ષના અનુભવે હું એટલું ચોક્કસ કહી શકું કે જેમ રોગ વગરનો માણસ ભાગ્યે જ મળે તેમ કબજિયાત વગરનો રોગી પણ ભાગ્યે જ મળે. કબજિયાત રોગોનું મૂળ તો છે જ, પણ રોગ દૂર કરવાની ચાવી પણ છે એટલે કે રોગ કોઈ પણ હોય, પણ જો એને જડમૂળથી દૂર કરવો હોય તો રોગીના કબજિયાતને પ્રાધાન્ય આપવું જોઈએ. કબજિયાત દૂર કરીએ તો પછીની ચિકિત્સા ખૂબ આસાન થઈ જશે. આ બાબત એટલી મહત્ત્વની છે કે કોઈ રોગ કાબૂમાં ન આવતો હોય એવા કિસ્સામાં દર્દીને માત્ર કબજિયાતની ચિકિત્સા કરવાથી જ સારા પરિણામો આવ્યાનો માણે અનુભવ છે.
આ પુસ્તકનો યોગ્ય અભ્યાસ અને પ્રયોગ કરશો તો મને વિશ્વાસ છે કે આપને ચોક્કસ ફાયદો થશે.
– ડૉ. દેવાંગી જોગલ