Upvas
Upvas
Upvas

Upvas

  184 reviews
Regular price₹. 65.00
/
MRP (Incl. of all taxes)

તંદુરસ્ત રહેવા માટે સૌથી સરળ અને કારગત થેરેપી

ઉપવાસનો અર્થ ઘણો વ્યાપક છે. ફક્ત અનાજ ના લેવું, ફરાળ જ કરવું, એ ઉપવાસ નથી. ઉપવાસનો સામાન્ય અર્થ “દરેક પ્રકારના ખોરાકનો અમુક નિશ્ચિત સમય માટે ત્યાગ કરવો,” એવો થાય છે. ઉપવાસ માટે અંગ્રેજીમાં ‘ફાસ્ટિંગ’ શબ્દ છે, જે મૂળ અંગ્રેજી શબ્દ ‘ફાસ્ટેન’ ૫૨થી ઊતરી આવ્યો છે. જેનો અર્થ થાય દૃઢ અથવા નિશ્ચિત. તેથી અંગ્રેજી શબ્દ 'ફાસ્ટિંગ'નો અર્થ થાય નિયંત્રિત અને નિર્ધારિત અવસ્થાઓમાં આપણે દૃઢ નિશ્ચય સાથે જે હાથ ધરીએ છીએ તે. ઉપવાસની સંધિ છૂટી પાડીએ તો ઉપ + વાસ એમ બને. આ બે શબ્દોથી ‘ઉપવાસ’ શબ્દ રચાય છે. ‘ઉપ’ અને ‘વાસ’, બંને શબ્દો સંસ્કૃતના શબ્દો છે. જ્યાં ‘ઉપ’ શબ્દનો અર્થ થાય છે, ‘નજીક’ અને ‘વાસ’ શબ્દનો અર્થ થાય છે, ‘નિવાસ’. આમ, ઉપવાસ એટલે કે, નજીકમાં નિવાસ. ઉપવાસ (નજીકમાં નિવાસ) એટલે શું? કોની નજીક રહેવાની આ વાત છે? અહીં ૫૨માત્માની નજીક, આપણી અંદ૨ ૨હેલ પરમ ચેતનાની નજીક રહેવાની વાત છે, જેથી આપણે ‘સ્વ’ને ઓળખી શકીએ. આ વિષયને અનુલક્ષીને આપણે આગળના પ્રકરણમાં ઊંડાણથી ચર્ચા કરીશું. ઉપવાસનો ઉપરોક્ત અર્થ સમજ્યા પછી ધાર્મિક તહેવારો કે પછી કોઈ ધર્મના નામે આપણે જે પ્રકારે ઉપવાસ કરીએ છીએ એને ખરેખર ઉપવાસ કહી શકીએ ખરા! 

આ પુસ્તક થકી ઉપવાસની પાયાની સમજણ મળે છે. આજે આપણે અલગ અલગ વિવિધ કારણોથી ઉપવાસ કરતા હોઈએ છીએ. જો આ ઉપવાસ વિશેની સાચી સમજણ કેળવાશે તો એનો લાભ વધુ થવાનો. ભુલોનું પ્રમાણ ઘટશે અને સ્વાસ્થ્ય પર એની સકારાત્મક અસર થશે. આ પુસ્તકમાં ઉપવાસને સ્વાસ્થ્ય, વિજ્ઞાન અને ધર્મની નજરથી સમજાવવા કોશિશ કરેલ છે. 

- જાહન્વી જાદવ  

You may also like