ઘરના વૈદ્ય । Gharna Vaidya । Author : Dr. Devangi Jogal & Nilesh Jogal
ઘરના વૈદ્ય । Gharna Vaidya । Author : Dr. Devangi Jogal & Nilesh Jogal
Couldn't load pickup availability
આમ તો પુસ્તકનું નામ જ બધું કહી દે છે કે પુસ્તકમાં શું છે અને તમને એ કેવી રીતે મદદરૂપ થવાનું છે.
છતાં, થોડીક વાતો જે જરૂરી લાગે છે એ કહું. છેલ્લા વીસેક વર્ષથી પ્રેક્ટિસ કરું છું. કેટલાયે લોકોના સંપર્કમાં આવવાનું થયું છે. દરરોજ દોઢસો જેટલા પેશન્ટ હોસ્પિટલ પર આવતા હોય છે, અને બહાર પણ ઘણા લોકો પોતાની તકલીફો વિશે પૂછતા હોય છે.
આ બધામાં એક કોમન બાબત ધ્યાનમાં આવી — રોગ સાવ સામાન્ય હોય છતાં લોકો હજારો-લાખો રૂપિયા મોંઘી દવાઓ અને હોસ્પિટલોમાં ખર્ચી નાખે છે, જ્યારે એ જ રોગોનો ઉપચાર સાવ સરળ હોય છે અને ઘણા વખત તો ઘરે બેઠા અથવા સામાન્ય આયુર્વેદિક દવાઓથી થઈ શકે છે. આનું મુખ્ય કારણ છે સચોટ માહિતીનો અને આયુર્વેદ પર વિશ્વાસનો અભાવ.
જ્યારે આ સ્થિતિ જોવા મળી ત્યારે લાગ્યું કે આપણા ઋષિમુનિઓ દ્વારા આપેલું આયુર્વેદનું અદભૂત જ્ઞાન હોવા છતાં લોકો તેનો લાભ કેમ નથી લેતા? કેમ બિનજરૂરી ખર્ચમાં ફસાઈ જાય છે? આ પ્રશ્નોના જવાબો તમને આ પુસ્તકમાં મળશે.
આ પુસ્તકમાં અમારા વર્ષોના અનુભવને સરળ ભાષામાં રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે, જેથી વધુમાં વધુ લોકોને તેનો લાભ મળી શકે.
આ પુસ્તકનો હેતુ માત્ર ઘરેલું નુસખા આપવાનો નથી, પણ આયુર્વેદના સિદ્ધાંતોને આધુનિક જીવનશૈલીમાં સરળ રીતે અપનાવવા શીખવાડવાનો છે. તેમાં પ્રકૃતિની ઓળખ, દિનચર્યા, ઋતુચર્યા, આહારની સમજ, રોજિંદા રોગોના ઉપાય અને ખોટી માન્યતાઓનું વૈજ્ઞાનિક સ્પષ્ટીકરણ સમાવાયું છે.
બસ, આ પુસ્તક ઘરમાં રાખો, અભ્યાસ કરો અને તેમાં આપેલા નિયમોનું પાલન કરો — પછી તમે સ્વાસ્થ્યનો સાચો આનંદ અનુભવો.

Good information
Best book
Superb book about health
Good information
Every family should keep this book , if they love ayurved.