Wonderful Parenting / વન્ડરફૂલ પેરેન્ટીંગ
Wonderful Parenting / વન્ડરફૂલ પેરેન્ટીંગ
Couldn't load pickup availability
એક નાનું બાળક કુદરતી રીતે જ ખુશ હોય છે
અને જો તે ખુશીને આગળ વધવા દઈએ
અને શાળામાં તેમજ ઘરમાં વિકસવા દઈએ,
તો તે એવી વ્યક્તિ બનશે,
જે બીજાને પણ ખુશ કરશે.
– જે. કૃષ્ણમૂર્તિ
બાળઉછેરની વાત આવે ત્યારે અનેક થિયરી, અનેક સિદ્ધાંતો, નુસ્ખાઓ અને પ્રયોગો આપણી સામે મુકવામાં આવે. આ બધામાં ઘણીવાર મૂંઝાઈ જવાતું હોય. આ મૂંઝવણ થાય એ સ્વાભાવિક પણ છે. આ વિષય જ એટલો સંવેદનશીલ છે અને એમાં સૌ પોતપોતાની રીતે મહેનત કરતા હોય છે. આ આઠ પુસ્તકો આપણી મહેનતને સાચી દિશામાં લઇ જવા માટે પ્રેરણારૂપ બને એવા છે.
સ્વામી વિવેકાનંદએ કહેલી એક સરસ વાત અહીં મુકવી છે. કારણ કે આ પુસ્તકો એ દિશાના છે.
“તમે કે હું શું કરી શકવાના હતા? શું તમે માનો છો કે, એક બાળકને પણ તમે શીખવી શકશો? તમે તેમ નહીં કરી શકો. બાળક જાતે જ પોતાને શીખવે છે, તમારી ફ૨જ તો માત્ર તક આપવાની અને અડચણો દૂ૨ ક૨વાની છે.
જેમ તમે છોડને (તમારી મરજી મુજબ) મોટો કરી શકો નહીં, તેવું જ બાળકનું પણ છે. વિકાસ સર્વાંશે અંદ૨થી જ થાય છે; એ પોતે જ પોતાની પ્રકૃતિને ખીલવે છે. બાળક પોતે જ પોતાને શીખવે છે; તમે તેને પોતાના માર્ગે આગળ વધવામાં માત્ર મદદ કરી શકો. તમે અંતરાયો દૂર કરી શકો; પણ જ્ઞાન તો સ્વભાવથી આપોઆપ આવે છે. માટીને થોડી પોચી કરો કે જેથી છોડ સહેલાઈથી બહાર આવે; તેની આજુબાજુ વાડ કરો; તેનો નાશ ન થાય તેની કાળજી રાખો. ઊગતા બીજને માટે જરૂરી માટી, પાણી, હવા, પ્રકાશ વગેરે આપીને તેના વિકાસમાં મદદ કરી શકો; તેમાંથી તેને જોઈએ તેટલું એ પોતાની મેળે અને સ્વાભાવિક રીતે જ લઈ લેશે.”
આ આઠ પુસ્તકો અલગ અલગ બાબતો અને વિષયોની વાતો કરે છે. આ જો આપના ઘરમાં હશે અને એનું વાંચન અને પાલન થતું હશે તો ચોક્કસ માનજો કે તમારા બાળકનું ભવિષ્ય ઉજ્જવળ છે.
-
આ સાથે એક નાનકડી ગેમ પણ છે, બાળકો સાથે રમજો. શીખવા - શીખવવાની સૌથી ઉત્તમ રીત રમતો છે. રમતા રમતા શીખવું સરળ થઇ જાય છે.
8 પુસ્તકો + રમકડું
Total Price : 896
OFFER PRICE : 749/-

Good book
everyone parents should read wonderful parenting combo book 😍😍😍ny personal experience is wonderful 🥰🥰🥰