Skip to product information
1 of 1

RAMESH PAREKH - SMARAN PANCHAMNO MEDO । રમેશ પારેખ - સ્મરણ પાંચમનો મેળો AUTHOR: DR. BHADRAYU VACHRAJANI

RAMESH PAREKH - SMARAN PANCHAMNO MEDO । રમેશ પારેખ - સ્મરણ પાંચમનો મેળો AUTHOR: DR. BHADRAYU VACHRAJANI

  318+ reviews
Regular price Rs. 100.00
Regular price Sale price Rs. 100.00
Sale Sold out
Shipping calculated at checkout.

રમેશ પારેખની કવિતા વિષે ખૂબ લખાયું છે અને જેટલું લખાય એટલું ઓછું છે. એમનું કવિતા-કર્મ એટલું ઊંચેરું છે કે એના વિષે સતત ચર્ચા થતી રહે છે. રમેશની કવિતાની ચર્ચા કરનારા અને વિવેચન કરનારા કરતા એમના ભાવકોની સંખ્યા ક્યાંય વધુ છે, હોય એ સ્વાભાવિક છે. જેના ગીત ગુજરાતીઓના હોઠે ચઢેલા છે. આવા લોકપ્રિય કવિનો હું ય બીજાની જેમ ભાવક છું, પણ કવિ રમેશ પારેખમાં બધાને જેટલો રસ પડે છે એટલો જ વ્યક્તિ ૨મેશ પારેખમાં રસ પડે એવું ઉમદા એમનું વ્યક્તિત્વ છે. એમના વ્યક્તિત્વ વિષે બહુ લખાયું નથી. લખાયું છે એ ગ્રંથસ્થ થયું નથી. એમાંથી આ પુસ્તકનો વિચાર આવ્યો.
રમેશ પારેખ માત્ર કવિ નહોતા, એ ચિત્રકાર હતા. એ સંગીતના જાણકાર હતા. એ તબલા સારા વગાડી જાણતા. એ વાર્તાકાર પણ હતા. એ વ્યંગકાર પણ હતા, પણ વ્યક્તિ તરીકે એમની સાથે મારો પરિચય રહ્યો છે. એક પત્રકાર તરીકે એમની એકથી વધુ વાર મુલકાત લીધી છે અને ‘ફૂલછાબ’ના એ પારિવારિક સભ્ય હતા. રોજ સાંજે એમનું સરનામું ‘ફૂલછાબ’ રહેતું. એના વિષે મેં અને સહકર્મચારી રાજેન્દ્ર દવેએ લખ્યું છે, પણ આવા સંભારણાં અનેકના હોય શકે એવા ખ્યાલે આવા સંભારણાં એમના અંતરંગ મિત્રો પાસે લખાવવા જોઈએ એવી ઇચ્છા ઘણા સમયથી હતી. હવે આ પુસ્તકથી પૂરી થઈ રહી છે.
રમેશભાઈને જાણતા ૩૦ જેટલા મિત્રોને આમંત્રણ આપ્યું હતું. બધા તો લખી શક્યા નથી, પણ જેમણે પ્રેમથી લખી આપ્યું
સ્મરણ પાંચમનો મેળો એમનો આભાર. અમરેલીથી સૌથી વધુ પ્રેમાળ પ્રતિસાદ માંડ્યો એ બાંધનાઓ સવિશેષ આભાર. રમેશભાઈના પત્ની રસીલાબેન એ પણ લખી આપ્યું એ આ પુસ્તકનું અનોખું પાસું છે. રમેશ પારેખના નિધન બાદ 'નવનીત સમર્પણ 'માં 2. પા. વિષે ઘણા લેખો છપાયા હતા એમાંથી સુરેશ દલાલનો લેખ અહીં સાભાર લીધો છે 

- કૌશિક મહેતા 

View full details
RAMESH PAREKH - SMARAN PANCHAMNO MEDO । રમેશ પારેખ - સ્મરણ પાંચમનો મેળો AUTHOR: DR. BHADRAYU VACHRAJANI Rs. 100.00