પાંચેય ભાગ એક સાથે.
ઉત્તમ ગુણવત્તાનો પેપર અને બાઈન્ડીંગ!
સૌરાષ્ટ્રની રસધાર એ આપણા સમયનું સૌથી ઉત્તમ પુસ્તક છે. આ પુસ્તક લખવા માટે લેખક ઝવેરચંદ મેઘાણી સૌરાષ્ટ્રના ગામડે ગામ ફર્યા છે. આ ધરતીમાં ઉગેલી અનેક વાર્તાઓને એમણે આપણા માટે કાગળ પર ઉતારી આપી છે. આ કથાઓ માત્ર કથાઓ નથી, આપણો ઇતિહાસ, આપણું ભૂગોળ, આપણા સંસ્કારો, સાહસ અને ખુમારીનું દર્પણ છે. આ કથાઓના કુલ પાંચ ભાગ પ્રકાશિત થયેલા. આ પુસ્તકમાં એ પાંચેય ભાગોને સમાવી લેવામાં આવ્યા છે.
આજની પેઢીની દરેક વ્યક્તિને આ પુસ્તક ખાસ વંચાવવું જોઈએ. આ પુસ્તક વાંચનારને ભાષાનું માધુર્ય માણવા તો મળશે જ, સાથે સાથે જીવનને જોવાનો અદભુત દ્રષ્ટિકોણ પણ મળશે.
(ખાસ નોંધ : આ પુસ્તકની ઘણી અલગ અલગ આવૃતિઓ બજારમાં ઉપલબ્ધ છે. એમાંની આ આવૃત્તિ પેપર અને બાઈંડિંગની દ્રષ્ટિએ સૌથી ઉત્તમ ગુણવત્તાની છે. આ કવર પેઝની ઇમેજ વાપરીને બીજા અન્ય પ્લેટફોર્મ પર સસ્તી કિંમત દેખાડીને નબળી ગુણવત્તાનું પુસ્તક આપી દેવામાં આવે છે. આથી ખાસ સાવચેત રહેશો.)